અપડેટ@દેશ: ટેસ્લાના ચીફ ઈલોન મસ્કએ ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણનો આરોપ લગાવ્યો

ટેલિગ્રામના CEOની ધરપકડ પર મસ્ક બોલ્યા

 
અપડેટ@દેશ: ટેસ્લાના ચીફ ઈલોન મસ્કએ ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણનો આરોપ લગાવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ટેલિગ્રામનાં CEO ની ધરપકડ કરવામાં આવી છે. ટેસ્લાના ચીફ ઈલોન મસ્ક પર મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને તેમની ધરપકડની માગણી કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પર કહ્યું કે જો સરકાર ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડને યોગ્ય માને છે તો ઝકરબર્ગ કેવી રીતે મુક્ત છે?

મસ્કે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર બાળકોના શોષણની મોટી સમસ્યા છે. તે દુરોવ જેવા જ આરોપોનો સામનો કરે છે; પરંતુ ઝકરબર્ગની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી, કારણ કે તેણે સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મસ્કે દુરોવની મુક્તિ માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે જો બધું આવું જ ચાલતું રહ્યું તો 2030 સુધીમાં યુરોપમાં પણ મીમ્સ શેર કરવા બદલ લોકોને ફાંસી આપવામાં આવશે.


મસ્કે ઝકરબર્ગ સામે જે બાળ શોષણ કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે તેના સંબંધમાં ફેબ્રુઆરીમાં મેટાના સીઈઓએ યુએસ સંસદમાં પીડિતોના પરિવારજનોની માફી માગી હતી. અમેરિકામાં મેટા પર ઘણા કેસ થયા છે.

ઇન્સ્ટાગ્રામ પર એવા આરોપો છે કે તે આત્મહત્યા અને બાળકોના શોષણને પ્રોત્સાહન આપી રહી છે. આ સિવાય ઘણા રાજ્યોએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મનોવૈજ્ઞાનિક છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે બાળકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના વ્યસની થઈ રહ્યા છે.