અપડેટ@દેશ: મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને વિમાન લઈને ભારત પહોંચ્યું

50થી વધુ લોકો ઘાયલ થયા હતા
 
અપડેટ@દેશ: મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને વિમાન લઈને ભારત પહોંચ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર આગના કેટલાક બનાવો સામે આવતા હોય છે. 12 જૂન કુવૈત માટે ખૌફનાક સાબિત થઈ હતી. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતીય વાયુસેનાનું એક ખાસ વિમાન બુધવારે કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું, કારણ કે સૌથી વધુ 23 મૃતકો કેરળના હતા. આ પછી વિમાન દિલ્હી જશે.

અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી હતી. કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા.