અપડેટ@દેશ: સ્ટેચ્યુ ઓફ યૂનિટિ કોઈપણ સમયે તૂટી શકે ? સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય જાણો

દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે સ્ટેચ્યુ બનાવતી સમયે ભ્રષ્ટાચાર કર્યો હતો
 
અપડેટ@દેશ: સ્ટેચ્યુ ઓફ યૂનિટિ કોઈપણ સમયે તૂટી શકે, પ્રતિમાના પગમાં તિરાડ પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ જોવા મળતી હોય છે. સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ ફોટામાં જોઈ શકાય છે કે પ્રતિમાના પગમાં તિરાડ પડી ગઈ છે. આ ફોટોને હાલનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે સ્ટેચ્યુ બનાવતી સમયે ભ્રષ્ટાચાર કર્યો હતો. આનો પુરાવો પ્રતિમામાં દેખાતી તિરાડ છે.

આ ફોટો X પર ઘણા વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક વેરિફાઇડ યૂઝર સંજય યાદવે તેમની પોસ્ટમાં લખ્યું કે, આ મોદીજીનો અમૃતકાળ છે. કોઈપણ સમયે પડી શકે છે. તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે.

પવન દીક્ષિત નામના યુઝરે લખ્યું- ભાજપનો ભ્રષ્ટાચાર, મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનું અપમાન કર્યા બાદ હવે વડોદરામાં સરદાર પટેલની પ્રતિમાને નુકસાન થયું છે. તિરાડો પડવા લાગી. ગમે ત્યારે કોઈપણ ઘટના બની શકે છે. સાગર નામના અન્ય એક વેરિફાઈડ યુઝરે પણ આ જ દાવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો શેર કર્યો હતો.વાઇરલ ફોટો વિશે સત્ય જાણવા માટે અમે તેને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું. સર્ચ કરવા પર અમને ન્યૂયોર્ક ટાઇમ્સ સહિત ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ પર આ ફોટો મળ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 2018નો છે. જ્યારે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હતું. તે જ સમયે સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબર 2018ના રોજ તેનું અનાવરણ થવાનું હતું. તપાસ દરમિયાન અમને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકના X હેન્ડલ પર આને લગતી પોસ્ટ પણ મળી. આ પોસ્ટમાં વાયરલ ફોટો સાથે કરવામાં આવેલા દાવાને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો છે.  સ્પષ્ટ છે કે 2018નો ફોટો વર્તમાન હોવાનો દાવો કરીને ભ્રામક અને ખોટા દાવાઓ સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.