અપડેટ@દેશ: હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી
ચૂંટણીપંચ કાયદા મુજબ કાર્યવાહી કરશે.
Apr 29, 2024, 18:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. પિટિશનર એડવોકેટ આનંદ એસ. જોંધલેએ આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
ચૂંટણીપંચ વતી એડવોકેટ સિદ્ધાંત કુમાર હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે અરજી ઘણાં કારણોસર સંપૂર્ણપણે ખોટી છે. અરજદારનું માનવું છે કે આચારસંહિતાનો ભંગ થયો હતો.
ચૂંટણીપંચને કોઈ ફરિયાદ પર કોઈ ખાસ વિચાર કરવાનો આદેશ આપવો એ અમારા માટે યોગ્ય નથી. જોંધલેની ફરિયાદ પર ચૂંટણીપંચ કાયદા મુજબ કાર્યવાહી કરશે. અમે આ અરજી કરીએ છીએ.