અપડેટ@દેશ: નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો મેઇલ મળ્યો, ટાર્ગેટ ગૃહ અને નાણા મંત્રાલય

ટાર્ગેટ ગૃહ અને નાણા મંત્રાલય
 
 અપડેટ@દેશ: નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો મેઇલ મળ્યો, ટાર્ગેટ ગૃહ અને નાણા મંત્રાલય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ધમકીના કોલ અને મેસેજ આવતા હોય છે. હાલમાં ફરી ધમકીનો કોલ આવ્યો છે. દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આ વખતે ટાર્ગેટ ગૃહ અને નાણા મંત્રાલય હતું. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો મેઇલ મળ્યો છે.

દિલ્હી ફાયર સર્વિસને 3 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ મહિનાની 1 મે પછી 22 દિવસમાં બોમ્બની ધમકીની આ પાંચમી ઘટના છે.

આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-એનસીઆરમાં 100થી વધુ શાળાઓને સમાન ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા. 8 દિવસ પહેલા પણ દિલ્હીની 7 મોટી હોસ્પિટલો અને દેશની સૌથી સુરક્ષિત જેલને બોમ્બ બ્લાસ્ટના મેલ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા પણ 10થી વધુ એરપોર્ટ પર આવી ધમકીઓ મળી ચુકી છે.