અપડેટ@દેશ: સંસદનું શિયાળું સત્ર 4 ડિસેમ્બરથી શરુ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે.

 19 દિવસ સુધી ચાલનારા શિયાળું સત્રમાં 15 બેઠક થશે
 
અપડેટ@દેશ: સંસદનું શિયાળું સત્ર 4 ડિસેમ્બરથી શરુ થશે અને  22 ડિસેમ્બર સુધી ચાલશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંસદનું શિયાળું સત્ર 4 ડિસેમ્બરથી શરુ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ ગુરુવારે તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, શિયાળું સત્ર 4 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, 19 દિવસ સુધી ચાલનારા શિયાળું સત્રમાં 15 બેઠક થશે. પ્રહ્લાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આ જાણકારી આપી છે.

સંસદનું શિયાળુ સત્ર પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ શરુ થશે. આપને જણાવી દઈએ કે, ત્રણ ડિસેમ્બરે તમામ પાંચ રાજ્યોમાં મતગણતરી થશે અને ચાર ડિસેમ્બરે સંસદનું શિયાળું સત્ર શરુ થઈ જશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આઈપીસી, સીઆરપીસી અને સાક્ષ્‍ય અધિનિયમને પ્રતિસ્થાપિત કરનારા ત્રણ મુખ્ય બિલ પર સત્ર દરમ્યાન વિચાર કરવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે ગૃહ મામલાની સ્થાયી સમિતિએ હાલમાં જ ત્રણ રિપોર્ટનો સ્વીકાર કર્યો છે. સંસદમાં લંબિત એક અન્ય મુખ્ય બિલ મુખ્ય ચૂંટણી પંચની નિયુક્તિ સંબંધિત છે.