અપડેટ@દેશ: ત્રણ જવાનોની શહીદીથી લોકોમાં શોક,કાશ્મીરી યુવાનોએ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવ્યો
- કાશ્મીરી યુવાનોએ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્રણ જવાનો શહીદ થતા દરેક દેશવાસીઓનું દિલ ઉકળી ઊઠ્યું છે. ત્રણ જવાનોની શહીદી પર સમગ્ર દેશ શોક મનાવી રહ્યો છે.હવે કાશ્મીરના યુવાનોએ પણ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવ્યો છે. કાશ્મીરના યુવાનોનું કહેવું છે કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવામાં આવે. અમુક યુવાનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, પાકિસ્તાનને જ ખતમ કરી દો, ઝંઝટ મટે.
કર્નલ મનપ્રિતસિંહ, મેજર આશિષ ધોંચક અને કાશ્મીર પોલિસના જવાન હુમાટુ ભટ શહિદ થયા છે. ગુરૂવારે ત્રણેય જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારની આંખમાં આસું જોઈને દેશવાસીઓની આંખ ભીની થઈ ચૂકી હતી. ગુસ્સે ભરાયેલા કાશ્મીરી યુવાઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન આવા ષડયંત્ર રચે છે. એને ખતમ કરી દો, નિવૃત મેજર જનરલ રાજુ ચૌહાણ, વીએસએમે એક વીડિયો શેર કરીને આ વાત કરી છે. જેમાં એક કાશ્મીરી યુવાન કહે છે કે, પાકિસ્તાનનો નાશ કરી દો. આપણે ભારતમાં રહીએ છીએ. અમે ભારતીય છીએ. મેજર આશિષને પાણીપતના બિંઝોલ ગામેથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ગામ આખુ હિબકે ચડ્યુ
એમની વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું. જ્યારે હુમાયુ ભટને કાશ્મીરના બડગામેથી અંતિમ વિદાય આપવામાં આવી હતી. હજારોની સંખ્યામાં દેશવાસીઓ આ ત્રણેય જવાનોને શ્રદ્ધાજલી અર્પણ કરવા માટે આવ્યા હતા. હુમાયુની પત્ની પોતાની બે મહિનાની દીકરી તથા માતાને લઈ અંતિમક્રિયા માટે પહોંચી હતી. જોકે, સૈન્યની ટુકડીઓમાં પણ આ ત્રણેય જવાનોની શહિદીને લઈને શોકનો માહોલ છે. સૈન્ય જવાનો આનો બદલો લેવા માટે પ્લાન બનાવી જડબાતોડ જવાબ દેવા ઈચ્છે છે.