અપડેટ@વર્લ્ડ: ઈરાને ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો શરૂ કર્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આજે 12મો દિવસ છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલ વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો શરૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર, ઈરાને ઈઝરાયલ અને મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઈલો છોડી છે.
ઈરાની મીડિયાના એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન અમેરિકી ટેક કંપનીઓની ઓફિસ અને ડેટા સેન્ટર્સને પણ નિશાન બનાવી શકે છે. સંભવિત ટાર્ગેટની યાદીમાં ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એનવિડિયા, IBM અને ઓરેકલ જેવી કંપનીઓના નામ જણાવવામાં આવ્યા છે.
ઈઝરાયલ, દુબઈ અને અબુ ધાબીમાં સ્થિત આ કંપનીઓની ઓફિસ અને ડેટા સેન્ટર પણ નિશાના પર હોઈ શકે છે. આ દરમિયાન, આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક પ્રસ્તાવ પર મતદાન કરવાની છે. જેમાં ઈરાનને કહેવામાં આવ્યું છે કે તે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, UAE અને જોર્ડન પર હુમલા બંધ કરે.

