અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલે 300 ઇરાની મિસાઇલ લોન્ચર્સ તબાહ કર્યા, સાઉદીએ ઇરાનના 9 ડ્રોન તોડી પાડ્યા, જાણો વધુ વિગતે

અમેરિકાએ પણ કહ્યું છે કે તેણે ઈરાનમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 સ્થળો પર હુમલા કર્યા છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધનો આજે 5 દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલે દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં તેણે ઈરાનના લગભગ 300 મિસાઈલ લોન્ચર નષ્ટ કર્યા છે. આ ઠેકાણાઓમાં બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ શામેલ છે.

ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે હુમલાઓનું ધ્યાન ઇરાનની મિસાઇલ ક્ષમતા અને એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવા પર છે. આ દરમિયાન સાઉદી અરબે પણ દાવો કર્યો છે કે તેણે તેના એર સ્પેસ તરફ આગળ વધી રહેલા ઇરાનના 9 ડ્રોન તોડી પાડ્યા છે.

તે જ સમયે, અમેરિકાએ પણ કહ્યું છે કે તેણે ઈરાનમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 સ્થળો પર હુમલા કર્યા છે. યુએસ આર્મી સેન્ટ્રલ કમાન્ડના વડા બ્રેડ કૂપરના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં 50 હજારથી વધુ સૈનિકો અને લગભગ 200 ફાઈટર જેટ સામેલ છે.

યુદ્ધમાં અમેરિકાના દાવા...

ઈરાનના 17 જહાજો તબાહ કરી દેવામાં આવ્યા, જેમાં એક સબમરીન પણ સામેલ છે.

આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો સામેલ છે.

લગભગ 200 ફાઈટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર અને બોમ્બ ફેંકનારા વિમાનો સામેલ છે.

ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો અને ડ્રોનને ભારે નુકસાન થયું છે.

અમેરિકાએ આ યુદ્ધને એપિક ફ્યુરી નામ આપ્યું છે.