અપડેટ@વર્લ્ડ: ઈઝરાયલે ઈરાનની અંદર 50 ફાઈટર જેટ્સથી હુમલો કર્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા ઈરાન-ઈઝરાયલ વચ્ચેય હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના 28 દિવસ પછી હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ગયા છે. ઈઝરાયલે ઈરાનની અંદર 50 ફાઈટર જેટ્સથી હુમલો કર્યો. ઈઝરાયલી સેના અનુસાર શુક્રવારે રાત્રે ઈરાનના ત્રણ વિસ્તારોમાં હથિયાર બનાવતી ફેક્ટરીઓ અને પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
સેનાએ જણાવ્યું કે આ હુમલા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી ચાલ્યા હતા. હુમલામાં અરાક અને યઝ્દ જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થતો હતો. જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમાં હથિયાર બનાવતી સૈન્ય ઇન્ડસ્ટ્રી અને બેલિસ્ટિક તેમજ એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત અરાકમાં આવેલા હેવી વોટર પ્લાન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો, જેને ઇઝરાયલે પરમાણુ હથિયારો માટે પ્લુટોનિયમ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જ્યારે યઝ્દમાં તે પ્લાન્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો, જ્યાં યુરેનિયમ સંવર્ધન માટે જરૂરી વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવે છે.
ઈરાને શુક્રવારે રાત્રે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર 6 બેલેસ્ટિક મિસાઈલ અને 29 ડ્રોન છોડ્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 15 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

