અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીએ કોકરાઝારમાં પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી આસામની 2 દિવસની મુલાકાતે છે. તેઓ બપોરે 1:30 વાગ્યે ગુવાહાટી પહોંચ્યા. તેઓ આજે કોકરાઝાર અને સિલચરની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે કોકરાઝારમાં પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું.
PMએ લોકોને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ. તેમણે કહ્યું- દાયકાઓથી, બોડોલેન્ડ નો એક પ્રદેશ વિશ્વાસઘાતનું સાક્ષી રહ્યું છે. કોંગ્રેસે બોડોલેન્ડ પ્રદેશના ઘણા લોકોને ખોટા સપનાઓમાં ફસાવી રાખ્યા.
મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેખાડો કરવા માટે કાગળ પર કરાર કર્યા. તમે કોંગ્રેસને હાંકી કાઢી અને NDAને તક આપી, તેથી અમે સમજદારીપૂર્વક નિર્ણયો લીધા.
ત્યારબાદ PM ગુવાહાટીથી સિલચર જશે. અહીંથી તેઓ ઉત્તરપૂર્વ માટે ત્રણ નવી ટ્રેનોનું ઉદ્ઘાટન પણ કરશે. કાર્યક્રમ મુજબ, પીએમ સાંજે 5 વાગ્યે ગુવાહાટીમાં આશરે ₹19,680 કરોડના અનેક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

