અપડેટ@વર્લ્ડ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમને ઈરાનના 7 જહાજોને ડૂબાડ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા અને ઈરાન વચ્ચે ગણા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની સેનાએ ઈરાનના 7 નાના જહાજોને ડુબાડી દીધા છે. તેમના મતે, આ હોર્મુઝમાંથી પસાર થતા વ્યાપારી જહાજો પર હુમલો કરી રહ્યા હતા. જોકે, ઈરાને હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન પાસે હવે બે જ રસ્તા છે. કાં તો ઈમાનદારીથી સમજૂતી કરે, અથવા ફરીથી હુમલાઓ સહન કરવા તૈયાર રહે. તેમણે ધમકી આપતા કહ્યું કે જો ઈરાની સેનાએ અમેરિકી જહાજોને નિશાન બનાવવાની ભૂલ કરી તો તેમને ધરતી પરથી મિટાવી દેવામાં આવશે.
અમેરિકાએ સોમવારે હોર્મુઝ સ્ટ્રેટ પાસે પ્રોજેક્ટ ફ્રીડમ ઓપરેશન શરૂ કર્યું છે. આ અંતર્ગત તે ત્યાંથી પસાર થતા વ્યાપારી જહાજોને સુરક્ષા આપી રહી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો.
ઈરાનનું કહેવું છે કે હોર્મુઝ પર તેનો કંટ્રોલ છે, તેની મંજૂરી વિના તેઓ કોઈ જહાજોને પસાર થવા દેશે નહીં.

