અપડેટ@વર્લ્ડ: અમેરિકાના કુવૈતે 3 ફાઇટર જેટ તોડી પાડ્યા, હવામાં જ આગ લાગી, જાણો વધુ વિગતે

આ અકસ્માતમાં તમામ અમેરિકી પાઇલટ સુરક્ષિત છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ જણાવ્યું કે કુવૈતે તેના 3 F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સને તોડી પાડ્યા છે.

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી આ વિમાનોને દુશ્મન સમજીને નિશાન બનાવ્યા હતા. આ અકસ્માતમાં તમામ અમેરિકી પાઇલટ સુરક્ષિત છે.

બીજી તરફ ઈરાને સાયપ્રસમાં બ્રિટિશ રોયલ એર ફોર્સના અક્રોતિરી બેઝ પર ડ્રોન હુમલો કર્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે થયેલા આ હુમલામાં બેઝને નજીવું નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

તેના જવાબમાં બ્રિટિશ સેના કાર્યવાહી કરી રહી છે. હકીકતમાં, બ્રિટિશ PM કીર સ્ટારમરે ઈરાની મિસાઈલ સાઈટ્સ પર હુમલા માટે અમેરિકાને આ બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740 થી વધુ લોકો ઘાયલ થયા છે. એક શાળા પર મિસાઈલ પડવાથી 180 વિદ્યાર્થીનીઓના મોત થયા છે અને 45 ઘાયલ છે.