અપડેટ@વર્લ્ડ: અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો, 3 લોકોનાં મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા અને ઈરાન વચ્ચે કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકાએ ગઈકાલે રાત્રે ઈરાન પર ફરીથી એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ દાવો કર્યો કે તેણે ઈરાનના લગભગ 90 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટ, સર્વેલન્સ ઠેકાણા, નૌકાદળના ઠેકાણા અને સૈન્ય લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ જણાવ્યું કે ખુજેસ્તાન પ્રાંતના અહવાઝ શહેરના બહારના વિસ્તારમાં થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસન મુજબ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એર ફોર્સ વનમાં પત્રકારોને કહ્યું કે તેમને દરેક સમયે ખતરો રહે છે. તેમણે કહ્યું કે, "હું ઈરાનનાં હિટલિસ્ટમાં સૌથી ઉપર છું." ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સમજૂતી ઈચ્છે છે, પરંતુ તેમને આ વાત પર ભરોસો નથી કે તેહરાન સમજૂતીનું પાલન કરશે.

અમેરિકાનું કહેવું છે કે તાજા હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો છે. જ્યારે ઈરાને આ હુમલાઓની જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.