અપડેટ@દેશ: ભગવાન હનુમાનજીની મૂર્તિ પર એક નેતાએ ભડકાઉ નિવેદન આપ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભગવાન હનુમાનજીની મૂર્તિ પર એક નેતાએ ભડકાઉ નિવેદન આપ્યું હતું.ભગવાન હનુમાનજીની મૂર્તિ પર એક નેતાએ કેટલાક સવાલો કર્યા હતા.અમેરિકામાં 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની મૂર્તિ પર એક રિપબ્લિકન નેતાએ સવાલો કર્યા છે. ટેક્સાસના શુગર લેન્ડમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આ મૂર્તિ લગાવવામાં આવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિયન કહેવામાં આવે છે. વિરોધ કરતાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના નેતા એલેક્ઝાન્ડર ડંકને હિન્દુ દેવતાની પ્રતિમાના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે.
ટેક્સાસના શુગર લેન્ડમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થિત ભગવાન હનુમાનની મૂર્તિના વીડિયો સાથે ડંકને X પર લખ્યું, "આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની ખોટી મૂર્તિ કેમ બનાવવાની મંજૂરી આપી છે? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ." બીજી એક પોસ્ટમાં તેમણે બાઇબલનો ઉલ્લેખ કરીને કહ્યું, "તમારી પાસે મારા સિવાય કોઈ અન્ય ભગવાન હોવા જોઈએ નહીં. તમારે પોતાના માટે સ્વર્ગ, પૃથ્વી કે દરિયામાં કોઈપણ પ્રકારની મૂર્તિ કે તસવીર બનાવવી જોઈએ નહીં.