અપડેટ@દેશ: બસમાં અચાનક ભીષણ આગ લાગી, 3 લોકો જીવતા ભડથું, જાણો સમગ્ર ઘટના

ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
 
અપડેટ@દેશ: બસમાં અચાનક ભીષણ આગ લાગી, 3 જીવતા ભડથું, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુપીમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. યુપીના બલરામપુરમાં ટ્રકની જોરદાર ટક્કર બાદ બસમાં આગ લાગી છે. જેમાં 3 લોકો જીવતા સળગી ગયા અને 24 દાઝ્યા હતા. તેમાંથી 6ની હાલત ગંભીર છે. બસ નેપાળ બોર્ડર પાસે સુનૌલીથી રવાના થઈ હતી અને દિલ્હી જઈ રહી હતી.

બસમાં 45 મુસાફરો સવાર હતા. મોટાભાગના નેપાળના હતા. બસના ડ્રાઈવર અને કંડક્ટરનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ ઘસડાતી 100 મીટર દૂર હાઈટેન્શન લાઈનવાળા વીજળીના થાંભલા સાથે અથડાઈ. થાંભલો તૂટીને બસ પર પડ્યો. બસમાં કરંટ લાગ્યો. શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી ગઈ.

જોતજોતામાં બસ આગનો ગોળો બની ગઈ. મુસાફરો અંદર જ ફસાઈ ગયા. જીવ બચાવવા માટે કાચ તોડીને બહાર કૂદવા લાગ્યા. ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. કોઈક રીતે બહાર નીકળેલા મુસાફરોએ પોલીસને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી. તેમણે આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બહરાઇચ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. નજરેજોનારે જણાવ્યું કે મોટાભાગના મુસાફરો જેમ-તેમ કરીને બસમાંથી બહાર આવ્યા હતા. પરંતુ, કેટલાક અંદર જ ફસાયેલા રહ્યા. બાદમાં બસમાંથી 3 મૃતદેહો મળી આવ્યા. જેમાંથી 2 ખરાબ રીતે સળગી ગયા હતા.

તેમણે જણાવ્યું કે ટ્રકમાં ગરમ ​​કપડાં ભરેલા હતા. આ કારણે ટ્રકમાં પણ આગ લાગી ગઈ. આ અકસ્માત કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલવરિયા બાયપાસ પર સોમવારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ થયો હતો.