અપડેટ@મહારાષ્ટ્ર: કાર ચલાવી રહેલા એક વ્યક્તિને અચાનક હાર્ટ-એટેક આવ્યો, 4નાં મોત, 3 ઘાયલ

ફુલ સ્પીડે કાર સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલર સહિત 4થી 5 વાહનો સાથે અથડાય છે અને પલટી ખાઈ જાય છે.
 
દુર્ઘટના@કલોલ: કારચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે કાર ચલાવી રહેલા એક વ્યક્તિને અચાનક હાર્ટ-એટેક આવ્યો. આ પછી બેકાબૂ કાર સામેથી આવતા વાહનો સાથે અથડાઈ અને પલટી ગઈ. શહેરના ફ્લાયઓવર પર થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે.

આખી ઘટના ફ્લાયઓવર પાસેની ઇમારત પર લાગેલા CCTVમાં રેકોર્ડ થઈ છે. ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6 વાગ્યે 42 મિનિટે એક ફુલ સ્પીડે કાર સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલર સહિત 4થી 5 વાહનો સાથે અથડાય છે અને પલટી ખાઈ જાય છે.

વીડિયોમાં એવું પણ દેખાય છે કે ટક્કરના કારણે બાઇક સવાર એક વ્યક્તિ હવામાં ઊછળીને ફ્લાયઓવર પરથી નીચે જઈને પડ્યો. અકસ્માત પછી તરત જ લોકોની ભીડ જામી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. 3 લોકો ઘાયલ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે.