અપડેટ@અમેરિકા: બાઈડનને રશિયન રાષ્ટ્રપતિ પુતિન અંગેનો સવાલ પૂછવા પર બ્રિટિશ પત્રકાર સામે ગુસ્સે થયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પત્રકારે પુતિન અંગે સવાલ પૂછ્યો તો બાઈડને ગુસ્સે થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને રશિયન રાષ્ટ્રપતિ પુતિન અંગેનો સવાલ પૂછવા પર બ્રિટિશ પત્રકાર સામે ગુસ્સે થઈ ગયા હતા.
ખરેખરમાં પુતિને પશ્ચિમી દેશોને ધમકી આપી હતી કે જો યુક્રેનને લોન્ગ રેન્જની એટેક મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, પત્રકારે બાઈડનને પૂછ્યું કે શું યુક્રેનને આ માટે મંજુરી મળી રહી છે? આ સવાલ પર બાઈડન ગુસ્સાને કાબુમાં ન રાખી શક્યા. તેમણે કહ્યું- જ્યાં સુધી હું બોલું નહીં ત્યાં સુધી ચૂપ રહો. આ જ સારું રહેશે. આ પછી પણ જ્યારે રિપોર્ટરે પોતાનો સવાલ પુછવાનું ચાલુ રાખ્યો તો બાઈડન વધુ રોષે ભરાયા. તેમણે કહ્યું- હવે તમારે ચૂપ રહેવું પડશે. હું હવે નિવેદન આપવા જઈ રહ્યો છું.
આ ઘટના ત્યારે બની જ્યારે બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા હતા. બાદમાં બાઈડને કહ્યું કે તેઓ પુતિન વિશે વધુ વિચારતા નથી. બાઈડને કહ્યું કે યુક્રેનની મદદ માટે અમેરિકા બ્રિટનની સાથે ઉભું રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે પુતિન આ યુદ્ધ ક્યારેય જીતી શકશે નહીં. યુક્રેનના લોકોની જીત થશે. તેમજ, બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે આગામી થોડા દિવસો યુક્રેન માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. આઝાદીની આ લડાઈમાં આપણે યુક્રેનને સાથ આપવો પડશે.
વ્હાઇટ હાઉસમાં સ્ટારમર અને બાઈડન વચ્ચે લાંબી વાતચીત થઈ હતી, પરંતુ તેઓએ યુક્રેનને લાંબા અંતરની હુમલો મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા અંગે કોઈ સંકેત આપ્યો ન હતો.
જ્યારે એક પત્રકારે સ્ટારરને પૂછ્યું કે શું તેઓ સ્ટોર્મ શેડો (લોંગ રેન્જ એટેક મિસાઈલ)નો ઉપયોગ કરવા બાઈડનને સમજાવી શકશે?
સ્ટાર્મે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેમની અને બાઈડન વચ્ચે યુક્રેન મામલે જરુરી ચર્ચા થઈ હતી.
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જો યુક્રેનને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે સમજી જશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે.
પુતિનની ધમકી બાદ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝે કહ્યું કે તેઓ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલ નહીં મોકલે. તેમણે કહ્યું કે જર્મની આ અંગે પોતાનો નિર્ણય બદલશે નહીં. તેમણે કહ્યું કે ઝેલેન્સકી ઘણા સમયથી આની માંગ કરી રહ્યા છે.
જર્મનીથી વિપરીત, કેનેડાએ યુક્રેનને અદ્યતન મિસાઇલો મોકલવાનું સંપૂર્ણ સમર્થન કર્યું છે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું કે તેમને યુક્રેનના બચાવ માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, યુક્રેન લોન્ગ રેન્જના હુમલાના હથિયારોનો ઉપયોગ કરવા માટે અમેરિકા અને બ્રિટન પાસેથી લાંબા સમયથી મંજુરી માંગી રહ્યું છે. યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો આપવામાં આવી છે. પરંતુ તે તેનો ઉપયોગ પોતાની મર્યાદામાં દુશ્મનો સામે કરી શકે છે. યુક્રેન રશિયામાં ઘૂસીને ગયા મહિને હુમલો કર્યો હતો. આવી સ્થિતિમાં, ઝેલેન્સ્કી ઇચ્છે છે કે આ પ્રતિબંધો દૂર કરવામાં આવે જેથી તે રશિયાની અંદર લોન્ગ રેન્જના હથિયારોનો ઉપયોગ કરી શકે.