અપડેટ@છત્તીસગઢ: જવાનોએ એન્કાઉન્ટરમાં 4 નક્સલીવાદીઓને ઠાર કર્યા
નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ડીઆરજી જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા.
Jan 6, 2025, 10:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં જવાનો દ્વ્રારા કેટલાક નક્સલવાદીઓને ઠાર કરવામાં આવતા હોય છે. ફરી એકવાર એવો બનાવ સામે આવ્યો છે. છત્તીસગઢના દંતેવાડા અને નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદના જંગલમાં શનિવારે મોડી રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
જેમાં ડીઆરજી જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા. આ સાથે જ જવાનોએ એક મહિલા નક્સલી સહિત 4 માઓવાદીઓને પણ ઠાર કર્યા છે.
શહીદ સૈનિક સન્નુ કરમ આત્મસમર્પણ કરનાર નક્સલવાદી હતો. થોડા વર્ષો પહેલા તે નક્સલવાદ છોડીને પોલીસમાં જોડાયો હતો, જ્યાં તે દંતેવાડામાં પોસ્ટેડ હતો. સર્ચ દરમિયાન સૈનિકોએ સ્થળ પરથી તમામ નક્સલવાદીઓના મૃતદેહ અને AK- 47, SLR જેવા હથિયારો કબજે કર્યા હતા. બસ્તરના IG સુંદરરાજ પી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.