અપડેટ@ચિત્તોડગઢ: સાંવલિયાજીને 34 વર્ષમાં પહેલીવાર 337 કરોડનું દાન આવ્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચિત્તોડગઢના મંડફિયા સ્થિત શ્રી સાંવલિયાજી મંદિરમાં આ વર્ષે લગભગ 337 કરોડનું દાન આવ્યું છે. આ 34 વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લા લગભગ ચાર દાયકામાં એવું કોઈ વર્ષ નથી જ્યારે મંદિરમાં આવતા દાનમાં ઘટાડો થયો હોય.
દર વર્ષે અહીં દાનની રકમ વધી રહી છે. ટ્રસ્ટ બન્યા પછી દર મહિને થતી મેરેથોન ગણતરી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ દાનની ગણતરી માટે લગભગ 200 લોકોનો સ્ટાફ લાગે છે, જેમાં બેંક કર્મચારીઓ અને મંદિર પ્રશાસનના લોકો શામેલ હોય છે. ગણતરી પ્રક્રિયામાં પહેલા હાથથી રૂપિયા ગણવામાં આવે છે. ત્યારબાદ મશીનોનો ઉપયોગ થાય છે.
માન્યતા છે કે ઠાકુરજી અહીં શેઠજીના રૂપમાં બિરાજમાન છે, એકવાર જો તેમને ભાગીદાર બનાવી લેવામાં આવે તો બિઝનેસ વધતો જ જાય છે.
તેથી ભક્તો અહીં કાયદેસર સ્ટેમ્પ પર રકમ લખાવીને લાવે છે. માનતા પૂરી થવા પર લાખોની રકમ લેખિતમાં પોતાની કંપનીના લેટરહેડ પર લખીને આપી જાય છે.

