અપડેટ@ક્રિકેટ: વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ એક શાનદાર ઈનિંગ રમીને ભારતને શાનદાર જીત અપાઈ

 ભારતે સતત 4 જીત વોંધાવી
 
અપડેટ@ક્રિકેટ: વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ એક શાનદાર ઈનિંગ રમીને ભારતને શાનદાર જીત અપાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ એક શાનદાર ઈનિંગ રમી હતી. છગ્ગાની મદદથી તેણે પોતાની સદી પુરી કરી અને ટીમ ઈંડિયાને જીત સુધી પહોંચાડી દીધું. 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પૂર્વ કપ્તાને પોતાની સદી પુરી કરી. પુણેમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટીંગ કરતા ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 1.3 બોલ પર ભારતે 3 વિકેટ ખોઈને જીત મેળવી લીધી હતી.

ભારતે વર્લ્ડ કપ 2023માં પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખતા સતત ચોથી મેચ જીતી લીધી છે. પુણેમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશની આસાનીથી હરાવી દીધું હતું. વર્લ્ડ કપ હિસ્ટ્રીમાં આ ફક્ત 3 મોકો છે, જ્યારે ભારતે સતત 4 જીત વોંધાવી હોય. ભારતે આ જીતથી ફરી એક વાર પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે.

આઈસીસી વન ડે વર્લ્ડ કપની 17મી મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તંઝીમ હસન અને લિટન દાસે અડધી સદીના દમ પર સંકટમાંથી બહાર કાઢ્યા. 8 વિકેટ પર તેમની ટીમે 256 રનનો સ્કોર કર્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતની ઝડપી શરુઆત કરી દીધી હતી. જેમાં શુભમન 53 અને રોહિત 48 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.