અપડેટ@દેશ: સાઉદી-PAK વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇસ્લામિક રાષ્ટ્રના સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવશે.
બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કરાર સુરક્ષા વધારવા અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવશે.
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના યામામા પેલેસમાં તેમની મુલાકાત દરમિયાન એમબીએસ અને શાહબાઝ શરીફે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરી.
સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે આ કરારમાં તમામ પ્રકારના લશ્કરી સહયોગને આવરી લેવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જરૂર પડ્યે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ શામેલ છે, તો તેમણે 'હા'માં જવાબ આપ્યો.