અપડેટ@દિલ્હી: 5 માળની ઇમારત અચાનક ધરાશાયી, અત્યાર સુધીમાં 6નાં મોત
કાટમાળ નીચે દટાયેલા 12 મેડિકલ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ
Jun 1, 2026, 10:09 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાંથી હદય કંપાવી ઊઠે એવી દુર્ઘટના સામે આવી છે.દિલ્હીના સાકેત વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. શનિવારે સાંજે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
પોલીસ અને બચાવ ટુકડીઓએ કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવ્યા, જેમાંથી 10 ઘાયલોને AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 લોકોની હાલત ગંભીર છે.
દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અનંત મિત્તલે જણાવ્યું કે જ્યાં કાટમાળ પડ્યો હતો, ત્યાં મેડિકલ વિદ્યાર્થીઓની કેન્ટીન હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. NDRF, DDMA, ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે હજુ પણ રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

