અપડેટ@દેશ: ટ્રાવેલ બસ ડમ્પર સાથે અથડાઈ,13 લોકો જીવતા ભડથું, 20 ઘાયલ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
આગ પર લગભગ ત્રણ કલાકમાં કાબુ મેળવી લેવાયો હતો.
Mar 26, 2026, 09:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં રાયવરમ પાસે આજે એક અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે. એક પ્રાઈવેટ ટ્રાવેલ બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાં આગ લાગી ગઈ હતી.
બસમાં સવાર 13 મુસાફરો જીવતા સળગી ગયા હતા. જ્યારે 20 ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે થયો હતો. આગ પર લગભગ ત્રણ કલાકમાં કાબુ મેળવી લેવાયો હતો.

