અપડેટ@દેશ: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલ્તા વિસ્તારમાં બુધવારે રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. મોડી રાત્રે થયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.
સૂત્રો અનુસાર, બંને પાકિસ્તાની હોવાની અને કાશ્મીર ટાઈગર્સ (KT) અથવા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. જોકે, તેમની ઓળખ અને સંગઠનની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
ઉધમપુરનો મજલતા વિસ્તાર ગાઢ જંગલ અને પહાડી ભૂપ્રદેશ ધરાવે છે. સુરક્ષા એજન્સીઓને છેલ્લા કેટલાક દિવસોથી બ્રેટલ-ખુબ્બન બેલ્ટ અને આસપાસના જંગલોમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. ત્યારબાદ વિસ્તારમાં દેખરેખ વધારી દેવામાં આવી હતી.
બુધવારે મોડી રાત્રે શંકાસ્પદ લોકોની અવરજવરની માહિતી મળતા સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના SOGએ વિસ્તારને ઘેરી લીધો અને તલાશી શરૂ કરી. આ દરમિયાન આતંકવાદીઓ તરફથી ફાયરિંગ થતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. અંધારું, ગાઢ જંગલ અને પહાડી વિસ્તાર હોવાને કારણે ઓપરેશનમાં મુશ્કેલીઓ પણ આવી રહી છે.

