અપડેટ@દેશ: દેશમાં 33,577 બાળકો ગુમ, 7,777 બાળકો હજુ સુધી મળ્યા નથી, બંગાળ ટોપ પર, જાણો વધુ વિગતે

તમધ્યપ્રદેશમાં 4,256 બાળકો ગુમ થયા. 
 
અટલ સમાચાર ડોટ કોમ,

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશભરમાં બાળકોના ગુમ થવાના આંકડો ખૂબજ વધી ગયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના 'મિસિંગ ચિલ્ડ્રન'ના હાલના રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2026ની વચ્ચે દેશમાં કુલ 33,577 બાળકો ગુમ થયા. તેમાંથી 7,777 બાળકો હજુ સુધી મળ્યા નથી.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ 19,145 બાળકો પશ્ચિમ બંગાળમાં ગુમ થયા. તેમાંથી 15,465 બાળકોને શોધી કાઢવામાં આવ્યા, જ્યારે 3,680 બાળકો હજુ પણ મળ્યા નથી. મધ્યપ્રદેશમાં 4,256 બાળકો ગુમ થયા. તેમાંથી 1,059 બાળકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.

નાગાલેન્ડ, અરુણાચલ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત અને લક્ષદ્વીપ તથા દાદરા નગર હવેલીમાં બાળકોના ગુમ થવાની કોઈ ફરિયાદ મળી નથી.