અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીના જન્મદિવસે ઉજ્જૈનમાં 35 લાખ દીવા ઝળહળ્યા

સમગ્ર બિહારમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદીનો ગઇકાલે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશભરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સૌથી મોટું આયોજન ઉજ્જૈનમાં છે, જ્યાં શિપ્રા નદીના ઘાટો અને મહાકાલ લોકમાં 25 લાખ, જ્યારે મકાનો-દુકાનોમાં 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યમુના ઘાટ પર પીએમ મોદીના નામે પૂજા અને આરતી કરાવી. મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર બિહારમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા તળાવ પર આરતી કરી. આ પહેલાં શાહે વડનગરમાં કહ્યું કે મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. તેમણે વડનગરથી વારાણસી સુધીની આશરે 1300 કિમી લાંબી બાઇક રેલીને રવાના કરી. વારાણસીથી પણ વડનગર માટે બાઇક રેલી શરૂ થઈ.