અપડેટ@દેશ: યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48 લોકોનાં મોત, બિહારમાં 4 ફ્લાઇટ ડાયવર્ટ-18 મોડી, ટ્રેનો ફસાઈ, જાણો વધુ

આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદની સંભાવના છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ગરમી વચ્ચે 15 થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે. પટનામાં વરસાદને કારણે 4 વિમાનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 18 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જેના કારણે લગભગ 500 થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદની સંભાવના છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને કારણે 31 લોકોના મોત થયા છે. સહારનપુરમાં ભારે વરસાદ બાદ પહાડી પરથી તેજ પ્રવાહ સાથે પાણી નીચે આવ્યું હતું. જેના કારણે ઇનોવા-ટ્રેક્ટર સહિત 10 વાહનો તણાઈ ગયા હતા. આજે પણ તમામ 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે.

રાજસ્થાનમાં શનિવારે 30 જિલ્લામાં વાવાઝોડા સાથે કરા પડી શકે છે. એક દિવસ પહેલા ચુરુ, હનુમાનગઢ, બિકાનેર, સીકર સહિત 9 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટ્યું હતું. પંજાબના પઠાણકોટમાં શનિવારે સવારે કરા પડ્યા હતા. જ્યારે, મોહાલીમાં ભારે વરસાદ થયો હતો.