અપડેટ@દેશ: દવા બનાવતી કંપનીમાં બોયલર બ્લાસ્ટ, 5 લોકોના મોત

આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં શ્રી સિટી દવા બનાવતી કંપનીમાં બોયલર બ્લાસ્ટ થયું. દુર્ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે.સત્યવેડુ મંડળમાં થયેલી આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી.આ ઘટના શ્રી સિટીમાં આવેલી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બની હતી. શ્રી સિટી આંધ્ર પ્રદેશના તિરુપતિ ક્ષેત્રમાં આવે છે.

પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. વિસ્ફોટના કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે.