અપડેટ@દેશ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અચાનક પલટી ગઈ, 6 લોકોના મોત, 15 ઘાયલ, જાણો વધુ વિગતવાર

તેમને તરત જ નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે,
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવ છે.ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ. તેમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા. જ્યારે 15 ઘાયલ થયા. ઘાયલોમાં બાળકોની સાથે મહિલાઓ પણ સામેલ છે. તેમને તરત જ નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બસમાં 40 શ્રદ્ધાળુઓ સવાર હતા. ઘટના મોડી રાતની છે.

શ્રદ્ધાળુઓ આનંદપુર સાહિબમાં વૈશાખી મેળામાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન હિંમતપુરા ગામ પાસે બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ. ત્યારબાદ બસ અનિયંત્રિત થઈને વીજળીના થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ. બસમાં બેઠેલા મુસાફરોનું કહેવું છે કે બસ પલટ્યા બાદ તેમાં અચાનક કરંટ આવી ગયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રાહત દળ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અભિયાન શરૂ કર્યું. 12 ઘાયલોને મોરિન્ડા અને 9 ને ફતેહગઢ સાહિબ લઈ જવામાં આવ્યા. બસને સાઈડ કરીને ટો કરી દેવામાં આવી છે.

ગંભીર રીતે ઘાયલ શ્રદ્ધાળુઓને ચંદીગઢ પીજીઆઈ રેફર કરવામાં આવ્યા છે. બસમાં સવાર શ્રદ્ધાળુઓ બસ્સી પઠાણા નજીકના મૈણ માજરી ગામના હતા.