અપડેટ@દેશ: ભીષણ આગના લીધે 1300 કરોડના ખર્ચે બની રહેલી ઇમારત નાશ પામી
ઇમારત પૂર્ણ રીતે નાશ પામી હતી
Jun 6, 2024, 17:10 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર આગના કેટલાય બનાવો સામે આવતા હોય છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી. આગના કારણે 1300 કરોડના ખર્ચ સાથે બની રહેલી ઇમારત પૂર્ણ રીતે નાશ પામી હતી.
વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે પેસિફિક એવન્યુ અને કેલ્વિન એવન્યુ સહિત બે કિમીના સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા.અધિકારીઓના કહેવા મુજબ સવારે 10.15 વાગે પાંચમા માળે આગ ફાટી નીકળી હતી.
તીવ્ર પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગના કારણે પરિવહન સેવાને પણ બંધ કરવાની ફરજ પડી હતી.