અપડેટ@દેશ: ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી

અમેરિકાએ ભારતની ચૂંટણીના વખાણ કર્યા
 
અપડેટ@દેશ: ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (17 મે) કહ્યું કે વિશ્વમાં ભારત કરતાં વધુ જીવંત લોકશાહી બીજે ક્યાંય નથી. વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારતીયોની મત આપવાની અને સરકાર સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા પ્રશંસાને પાત્ર છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકા ભારતમાં થઈ રહેલી ચૂંટણી પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમે આ પ્રક્રિયામાં સતત સુધારાની માંગ કરીએ છીએ.

જ્હોન કિર્બીએ કહ્યું, "ભારતમાં 96 કરોડ લોકો મતદાન પ્રક્રિયાનો હિસ્સો બની રહ્યા છે, જેઓ 2,660 રજિસ્ટર્ડ પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવા જઈ રહ્યા છે. ભારતીયો હજારો ઉમેદવારોમાંથી 545 સંસદ સભ્યોને ચૂંટે છે, જેના માટે 10 લાખથી વધુ મતદાન મથકો ઉભા કરાયા છે." વ્હાઇટ હાઉસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગ્લોબલ મીડિયા ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીને લોકતંત્ર માટે ખતરો ગણાવી રહ્યું છે. ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.


કિર્બીએ કહ્યું, "યુએસ પ્રમુખ જો બાઈડને છેલ્લા ત્રણ વર્ષથી ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવ્યા છે. બાઈડન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રતા ગાઢ બનાવવા માંગે છે. અમે ભારત સાથે મળીને નવી ટેક્નોલોજી ઉદ્યોગો અને ઈન્ડો-પેસિફિક ક્વોડનો વિસ્તાર કર્યો છે. બંને દેશોની સેનાઓ દેશોએ અનેક યુદ્ધ અભ્યાસમાં પણ ભાગ લીધો છે.


જ્યારે વ્હાઇટ હાઉસને રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદન ભારત એક એવો દેશ છે જે ઇમિગ્રન્ટ્સને નફરત કરે છે તેનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેઓ તેને ટાળતા જોવા મળ્યા હતા. ખરેખરમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 મેના રોજ કહ્યું હતું કે વિદેશીઓ પ્રત્યે નફરતના કારણે ભારત અને ચીન જેવા દેશોની આર્થિક વૃદ્ધિ ધીમી છે. તેઓ ઇચ્છતા નથી કે પ્રવાસીઓ તેમના દેશમાં જાય, જ્યારે પ્રવાસીઓ આપણને મજબૂત બનાવે છે.

ઘણા વર્ષોથી જોવામાં આવે છે કે બાઈડન પહેલા ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે અને પછી વ્હાઈટ હાઉસ તેને ઠંડુ કરવા માટે ભારતની પ્રસંશા કરે છે.