અપડેટ@દેશ: અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિ પર ફરી હુમલોમાં મોત, જાણો વધુ
માથામાં ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું
Feb 10, 2024, 10:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના વ્યક્તિ પર હુમલો થયો છે. માથામાં ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. વ્યક્તિની ઉંમર 41 વર્ષ છે. અથડામણ દરમિયાન તેને માથામાં ઊંડી ઈજા થઈ હતી. આ ઘટના 2 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન શહેરમાં એક રેસ્ટોરન્ટની બહાર લગભગ 2 વાગ્યે (યુએસ સ્થાનિક સમય) બની હતી. આ વર્ષે અમેરિકામાં ભારતીયની હત્યાનો આ પાંચમો કેસ છે.
મૃતકની ઓળખ વિવેક ચંદર તનેજા તરીકે થઈ હતી. જેઓ વર્જીનિયામાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.