અપડેટ@દેશ: G-20 શિખર સંમેલન શરુ થતાં જ ભારતે ગ્લોબલ સાઉથ લીડર બનવા તરફ ડગ માંડી દીધા

આફ્રિકી સંઘ એક મહાદ્વીપીય નિકાય છે
 
અપડેટ@દેશ: G-20 શિખર સંમેલન શરુ થતાં જ ભારતે ગ્લોબલ સાઉથ લીડર બનવા તરફ ડગ માંડી દીધા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી 20 શિખર સંમેલન દરમ્યાન આફ્રિકન યૂનિયનની સદસ્યતાની જાહેરાત કરી છે.

આફ્રિકી સંઘને જી 20ની સદસ્યતા અપાવવી ભારતની મોટી સિદ્ધિ છે.કારણ કે તેના દ્વારા ન ફક્ત ભારતને આફ્રિકી દેશોને પણ આગળ વધવાનો મોકો મળશે. સાથે જ આફ્રિકી દેશો વચ્ચે ભારતનો વિશ્વાસ વધશે. ભારત સતત ગ્લોબલ સાઉથનો અવાજ બનાવવાની વાત કરતું આવ્યું છે અને આફ્રિકી યૂનિયનને સદસ્યતા અપાવીને ભારતે આજે સાચા અર્થમાં ગ્લોબલ સાઉથ લીડર બની ગયું છે.

ભારતનો ટાર્ગેટ આફ્રિકી સંઘને જી 20 સભ્ય તરીકે સામેલ કરવાનું લાંબા સમયથી રહ્યું છે અને આ વખતે ભારતે પોતાના આ કેમ્પેઈનમાં અમેરિકાની સાથે સાથે જાપાનનો પણ સાથ મળ્યો છે. જે બાદ ચીનને પણ મજબૂરીમાં આફ્રિકન યૂનિયનના સમર્થનમાં ભારતની આ મુહિમમાં સાથે આવવું પડ્યું છે.

આ અગાઉ આફ્રિકી સંઘના એક અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સ સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી કે ગ્રુપના સ્થાયી સભ્ય બનવા જઈ રહ્યા છએ. જો કે, તેઓ સત્તાવાર રીતે બોલવા માટે અધિકૃત નહોતા. તેથી તેમની ઓળખાણ આપવામાં આવી નથી.

  • આફ્રિકી સંઘ એક મહાદ્વીપીય નિકાય છે, જેમાં 55 સભ્ય દેશ સામેલ છે. આ આફ્રિકી મહાદેશનું સર્વોચ્ચ સમૂહ માનવામાં આવે છે, જે પોતાના સભ્ય દેશોનો અવાજનું પ્રતિનિધિત્વ કરે છે.
  • તે આફ્રિકી દેશોની પ્રગતિ અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેને સત્તાવાર રીતે 2002માં આફ્રિકી એકતા સંગઠનના ઉત્તરાધિકારી તરીકે લોન્ચ કર્યું હતું.
  • આફ્રિકી યૂનિયનની વેબસાઈટ અનુસાર, તે એક એકીકૃત, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ આફ્રિકાની કલ્પના કરે છે. જે પોતાના નાગરિકો દ્વારા સંચાલિત હોય અને વૈશ્વિક ક્ષેત્રમાં એક ગતિશીલ શક્તિનું પ્રતિનિધ્તવ કરે.

1.3 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરતા, તેની સંયુક્ત જીડીપી લગભગ 3 ટ્રિલિયન ડોલર છે. આફ્રિકી યૂનિયનને જી 20 સભ્ય બનાવવાથી તેને યૂરોપિય સંઘની સમાન દરજ્જો મળશે. જે હાલમાં પૂર્ણ સભ્યવાળો એકમાત્ર ક્ષેત્રિય બ્લોક છે અને તે આમંત્રિત આંતરરાષ્ટ્રીય સંગઠનના પોતાના હાલના પદનામથી એક કદમ ઉપર હશે.