અપડેટ@દેશ: બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, આસામમાં હેટ્રિક: તમિલનાડુમાં અભિનેતા વિજય બનશે CM, જાણો વધુ વિગતે

તમિલનાડુમાં એક્ટર થલપતિ વિજયની પાર્ટી TVK એ સૌથી વધુ બેઠકો લાવીને ચોંકાવી દીધા. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર આવી ગઈ છે. દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સોમવારે આવ્યા. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકારો બદલાઈ ગઈ. આસામ અને પુડુચેરીમાં NDAએ વાપસી કરી.

બંગાળમાં TMC ને હરાવીને ભાજપ પહેલીવાર સત્તામાં આવી. પાર્ટી દસ વર્ષમાં 3 બેઠકોથી 206 બેઠકો પર પહોંચી ગઈ છે.

તમિલનાડુમાં એક્ટર થલપતિ વિજયની પાર્ટી TVK એ સૌથી વધુ બેઠકો લાવીને ચોંકાવી દીધા. 64 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં એવી સરકાર બનવા જઈ રહી છે, જેમાં DMK કે AIADMK નહીં હોય. બે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એમ કે સ્ટાલિન ચૂંટણી હારી ગયા.