અપડેટ@દેશ: સિક્કિમમાં ટનલ પર ભૂસ્ખલન, 20 મજૂરોના મૃતદેહ મળ્યા, જાણો વધુ વિગતે

ટનલમાં મિથેન ગેસ ભરેલો હોવાને કારણે ઘણા બચાવકર્મીઓ બેહોશ થઈ ગયા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સિક્કિમમાં NHPCના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 25માંથી 20 મજૂરોના મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યા હતા. બચાવ કામગીરીમાં લાગેલી ટીમો મોડી રાત સુધી બાકીના 5 મજૂરો સુધી પહોંચી શકી ન હતી.

આ મજૂરો ટનલમાં અલગ-અલગ પોઈન્ટ પર ફસાયા હતા. ટીમો તેમના સુધી પહોંચવા માટે 24 કલાકથી પ્રયાસ કરી રહી હતી, પરંતુ ટનલમાં મિથેન ગેસ ભરેલો હોવાને કારણે ઘણા બચાવકર્મીઓ બેહોશ થઈ ગયા હતા.

આ આદિત-3 ટનલ છે, જે નામચી જિલ્લાના સમરડુંગ-ઝોલુંગયમાં બની રહેલા તિસ્તા સ્ટેજ-6 પ્રોજેક્ટનો એક ભાગ છે. તેને પટેલ એન્જિનિયરિંગ કંપની બનાવી રહી હતી.