અપડેટ@દેશ: સીએમ યોગી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રી રામ અને સીતા માતાને સોનાના મુગટ અર્પણ કરશે.
મુગટની સાથે પ્રભુ શ્રી રામને છત્ર, બુટ્ટી, હાર વગેરે પણ અર્પણ
Nov 22, 2023, 19:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 નવેમ્બરના રોજ અયોધ્યામાં આવેલા ભક્તમાલ મંદિરના સાકેતવાસી આચાર્ય રામશરણ દાસની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે સીએમ યોગી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રી રામ અને સીતા માતાને સોનાના મુગટ અર્પણ કરશે. મુગટની સાથે પ્રભુ શ્રી રામને છત્ર, બુટ્ટી, હાર વગેરે પણ અર્પણ કરવામાં આવશે. આ મુગટ અને આભૂષણ રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિર નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યુ છે. જાન્યુઆરી 2024 માં રામ લલ્લા મંદિરના ગર્ભ ગૃહમાં વિરાજમાન થશે.