અપડેટ@દેશ: AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ મારપીટ કેસની તપાસ માટે દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી

દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી છે. પોલીસ મારપીટ સમયના CCTV ફુટેજ અને DVR કલેક્ટ કર્યાં છે. હુમલાના આરોપી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. શનિવારે સાંજે 4.30 વાગ્યે સીએમ હાઉસમાંથી જ બિભવની ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે બિભવની 7 દિવસની કસ્ટડી માગી હતી. દિલ્હી પોલીસ વતી એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે બિભવની કસ્ટડી અંગે દલીલ કરી હતી. બિભવને 23 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બિભવની ધરપકડ બાદ માલીવાલે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે બિભવે તેને લાફો, લાત અને મુક્કા માર્યા હતા.

ક્રાઈમ સીન રિ-ક્રિએશન માટે દિલ્હી પોલીસ બિભવને આજે સીએમ હાઉસ લઈ જઈ શકે છે. 17 મેના રોજ પોલીસ સ્વાતિ માલીવાલને સીન રિ-ક્રિએશન માટે લઈ ગઈ હતી. માલીવાલે આરોપ લગાવ્યો છે કે બિભવે 13 મેના રોજ સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. સ્વાતિએ 16મી મેના રોજ સાંજે 6.15 વાગ્યે FIR નોંધાવી હતી.