અપડેટ@દેશ: કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી 11 લોકોના મોત, જાણો વધુ વિગતે

5,792 લોકોને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સિઝની શરૂઆત થઈ ગઈ છે.દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે. કેરળમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 8 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ છે. સરકારે 209 રાહત શિબિરો બનાવ્યા છે, જ્યાં 5,792 લોકોને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં રવિવારે સવારે ભૂસ્ખલનમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. મૃતકોમાં મલ્લિકાર્જુન (35), તેમની પત્ની નાગવેણી (28) અને 3 વર્ષનો પુત્ર સંતોષનો સમાવેશ થાય છે. દુર્ઘટના સમયે ત્રણેય પહાડી પાસેના ઘરમાં સૂઈ રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં શનિવારે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું. ઘણા મકાનો અને દુકાનોને નુકસાન થયું, બે કાર તણાઈ ગઈ અને રસ્તાઓ પર કાટમાળ ભરાઈ ગયો. સાવચેતીના ભાગરૂપે કિશ્તવાડ, ડોડા અને રામબાનની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

જ્યારે ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું. ચમોલીના ગૌચર પાસે કમેડામાં બદ્રીનાથ હાઈવેનો 20 મીટરનો ભાગ ધસી પડ્યો, જેના કારણે વાહનવ્યવહાર વન-વે કરી દેવામાં આવ્યો છે.