અપડેટ@દેશ: ભારતની પહેલી મિડગેટ સબમરીન એરોવાના બનીને તૈયાર થઈ

દરિયામાં સૈન્ય મિશનમાં મદદ મળશે

 
અપડેટ@દેશ: ભારતની પહેલી મિડગેટ સબમરીન એરોવાના બનીને તૈયાર થઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર કેટલાક નવીન સંશોધનો થતા હોય છે. ભારતની પહેલી મિડગેટ સબમરીન એરોવાના બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. અરોવાનાની મદદથી દરિયાઈ તપાસ સિવાય ગુપ્ત સૈન્ય અભિયાન પણ પાર પાડી શકાશે. અરોવાના ઊંડા અને છીછરા પાણીમાં ડૂબકી મારી શકશે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અને અન્ય સબમરીન સાથે જોડીને નેટવર્કિંગ દ્વારા દુશ્મનને હંફાવી શકે છે.

આ સબમરીનને ચલાવવા માટે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરાશે. મિડગેટ સબમરીન સામાન્ય રીતે 150 ટનથી ઓછા વજનની હોય છે. તેમા લાંબા સમય સુધી રહેવાની વ્યવસ્થા નથી. તેને ટોર્પિડો અને દરિયાઈ બારૂદ ખાણો જેવા હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે. સૈન્ય ઉપરાંત, મિડગેટ સબમરીનનો ઉપયોગ સંશોધન, પુરાતત્વ, સંશોધન, પ્રવાસન વગેરે જેવા વ્યવસાયિક હેતુઓ માટે પણ કરવામાં આવે છે.

અરોવાનાની લંબાઈ 12 મીટર અને ઝડપ 2 નોટ બતાવી છે. ભારતીય નૌકાદળ તેના કાફલામાં બે મિડગેટ સબમરીનનો સમાવેશ કરવા માંગે છે. આ માટે 2,000 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આનો ઉપયોગ માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવશે.