અપડેટ@દેશ: મહારાષ્ટ્રના અમરાવતી અને વર્ધા દેશના સૌથી ગરમ શહેરો રહ્યા, તાપમાન 46°C નોંધાયું
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર-વિદર્ભથી લઈને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં છે.
May 17, 2026, 11:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અકાળ ગરમી પડી રહી છે.પશ્ચિમમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર-વિદર્ભથી લઈને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં છે. આ વિસ્તારોમાં પારો સતત 40°C થી ઉપર ચાલી રહ્યો છે. દિવસની સાથે રાતો પણ ગરમ થઈ રહી છે.
શનિવારે મહારાષ્ટ્રના અમરાવતી અને વર્ધા દેશના સૌથી ગરમ શહેરો રહ્યા. બંને શહેરોનું તાપમાન 46°C નોંધાયું. યુપીના બાંદા, મધ્ય પ્રદેશના નૌગાંવ અને ખંડવામાં પણ પારો 44°C ડિગ્રીથી વધુ રહ્યો.
ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી જંગલ સફારીમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે AC, કુલર અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે.
વડોદરાના સાયાજીબાગ ઝૂઓલોજિકલ પાર્કે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ઠંડકના અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં પાણીનો છંટકાવ, બરફ મુકવો, ફોગરનો સમાવેશ થાય છે.

