અપડેટ@દેશ: 12 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ

આરોપીઓએ બળાત્કાર કર્યા બાદ તેને જીવતી જ તળાવમાં ફેંકી દીધી હતી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બંગાળ પોલીસે સોમવારે દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઈપુરમાં 12 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ આનંદ સરદાર તરીકે થઈ છે. પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને તેને શહેરના બજાર વિસ્તારમાંથી પકડ્યો.

આ સાથે જ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. કેસની તપાસ માટે 6 લોકોની SIT બનાવવામાં આવી છે. માસૂમ 4 જુલાઈએ ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે માસૂમ તેની મિત્ર માટે ગિફ્ટ લેવા નીકળી હતી.

જ્યારે બાળકી ઘરે પરત ન ફરી, ત્યારે પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બાદમાં રવિવારે તેની લાશ સૂર્યપુર હાટ વિસ્તારના તળાવમાંથી મળી હતી. તેના માથા પર ઈજાના નિશાન હતા.

પોસ્ટમોર્ટમમાં પણ આ વાતનો ખુલાસો થયો છે કે આરોપીઓએ બળાત્કાર કર્યા બાદ તેને જીવતી જ તળાવમાં ફેંકી દીધી હતી. તેના ફેફસાં અને પેટમાં પાણી મળ્યું. ડૂબી જવા અને વધુ પડતા રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું.