અપડેટ@દેશ: મોદી સરકારનો નિર્ણય સસ્તામાં મળશે LPG સિલિન્ડર,આ રીતે લઈ શકશો ફ્રી કનેક્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રક્ષાબંધન પર મહિલાઓને 200 રૂપિયા સબ્સિડી આપવામાં આવી, જેનાથી રાંધણ ગેસની કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 થઈ ગઈ, ઉજ્જવલા યોજનાની આ આ છૂટને કારણે ગેસી કિંમત 700 રૂપિયા પર આવી ગઈ. કેબિનેટે આજે ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ માટે 200 રૂપિયાની સબ્સિડી વધારીને 300 રૂપિયા કરી દીધી છે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી નબળા વર્ગના પરિવારનો ખાસ કરીને મહિલાઓને ખૂબ જ રાહત મળે છે. તેને 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં લોન્ચમાં કરવામાં આવી હતી. પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખાની નીચે જીવન જીવતા પરિવારને ઘરેલૂ રસોઈ ગેસ કનેક્શન આપે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવતી યોજના છે.
ગ્રામિણ વિસ્તારમાં ખાવાનું બનાવતી વખતે પરંપરાગત રીતે લાકડા અથવા ગોબરના છાણા તથા લાકડાનો ઉપયોગ થાય છે. તેનાથી નીકળતા ધુમાડાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી એવી મહિલાઓને રાહત મળી છે, સાથે જ તેનાથી ગ્રામિણ વિસ્તારને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે.
ઉજ્જવલા યોજનામાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના હિસાબથી જે પરિવાર બીપીએલ કેટેગરીમાં આવે છે, તેમને ઉજ્જવલા યોજનાનો લાભ મળી શકે છે. આ ઉજ્જવલા યોજના અંતર્ગત કુલ 8 કરોડ બીપીએલ પરિવારોને ફ્રીમાં એલપીજી કનેક્શન આપવાનો ટાર્ગેટ છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ મહિલા અરજી કરી શકે છે. તેના માટે આપને KyC ફોર્મ ભરીને નજીકની એલપીજી કેન્દ્રની ઓફિસમાં જમા કરાવાનું રહેશે. ઉજ્જવલા યોજનામાં અરજી માટે 2 પેજનું ફોર્મ, જરુરી ડોક્યુમેન્ટ, નામ, સરનામું, જન ધન બેન્ક અકાઉન્ટ, આધાર નંબર વગેરે જરુર પડશે. અરજી કરતી વખતે એ બતાવવું પડશે કે, તમારે 14.2 કિલોનો સિલેન્ડર જોઈએ કે 5 કિલોગ્રામવાળો સિલિન્ડર.