અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીએ ઓડિશામાં ₹47,600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, જાણો વધુ વિગતે

PMએ તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના રe/રંગપુરમાં આયોજિત 'વિકાસ રા ધારા, ઓડિશા સારા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં PMએ ₹47,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર રહ્યા હતા. આજે રાષ્ટ્રપતિ મુર્મુનો 68મો જન્મદિવસ છે. PMએ તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.

આ પહેલા PMએ મયુરભંજમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સાસરિયાઓના ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. બંનેએ પહાડપુર સ્થિત સ્કિલ ટ્રેનિંગ હબની મુલાકાત લીધી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. PMએ પહાડપુરમાં 'સંથાલી જાહેરા' અને 'હો જાહેરા' - સંથાલ સમુદાયના પવિત્ર સ્થળો પર પૂજા-અર્ચના કરી હતી.

PMનું હેલિકોપ્ટર પશ્ચિમ બંગાળના કલાઈકુંડ એરબેઝથી ઉડાન ભરીને મયુરભંજ જિલ્લાના પહાડપુર હેલિપેડ પર ઉતર્યું હતું. રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. પહાડપુર રાષ્ટ્રપતિ મુર્મુનું સાસરું છે.આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 67મો જન્મદિવસ પણ છે.

આ દરમિયાન ₹47,600 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. આમાં એનર્જી, ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી, પીવાનું પાણી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને સિંચાઈ સંબંધિત સેક્ટરનો સમાવેશ થાય છે.