અપડેટ@દેશ: વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
વડાપ્રધાને રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
Aug 15, 2026, 07:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ લાલ કિલ્લા પહોંચ્યા.
સશસ્ત્ર દળ અને દિલ્હી પોલીસના જવાનોએ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. થોડીવારમાં પીએમ મોદી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. આ વખતે લાલ કિલ્લા પરથી પહેલીવાર વંદે માતરમ ગવાશે. પછી રાષ્ટ્રગાન થશે.
પછી 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. પીએમનું લાલ કિલ્લા પરથી સંબોધન થશે.
2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સે જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવી.કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 5000 વિશેષ મહેમાનો આવી રહ્યા છે

