અપડેટ@દેશ: PM મોદીએ દેશમાં ભીષણ ગરમી પડવા મામલે રિવ્યુ મીટિંગ કરી

અધિકારીઓએ હાજરી આપી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  દુનિયાભરમાં ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ગરમીની સીજનમાં અકાળ ગરમી પડતી હોય છે. PM મોદીએ ઉનાળાની ઋતુ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. આમાં, તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓની સમિક્ષા કરાઈ હતી. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. આ મીટિંગમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ હાજરી આપી હતી.

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં પીએમ મોદીને એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના વિશે માહિતી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભીષણ ગરમીની સ્થિતિ વધુ જોવા મળે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે હાલમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન કાળઝાળ ગરમી પડી શકે છે. મધ્ય અને પશ્ચિમ દ્વીપકલ્પના વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ હોઈ શકે છે. આ દરમિયાન, 19 એપ્રિલથી દેશમાં સાત તબક્કામાં સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે.

હવામાન વિભાગે હાલમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન ભીષલોણ ગરમી પડી શકે છે.


આ મીટિંગમાં, ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા સહિતના તમામ પ્લેટફોર્મ પર અને પ્રાદેશિક ભાષાઓમાં જરૂરી માહિતી કેવી રીતે સમયસર આપવામાં આવે તેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. સત્તાવાર નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને NDMA દ્વારા જાહેર કરવામાં આવનાર એડવાઈઝરીને પ્રાદેશિક ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવી જોઈએ અને શક્ય તેટલી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ.


તેમણે હોસ્પિટલોમાં સજ્જતા અને જાગૃતિ પર ભાર મૂક્યો હતો. હોલ્થ સેક્ટરમાં તૈયારીની સમીક્ષાના ભાગરૂપે, આવશ્યક દવાઓ, ઈન્ટ્રાવીનસ લિક્વિડ, આઈસ પેક, ORS અને પીવાના પાણીની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી.