અપડેટ@દેશ: PM મોદી મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા, જાણો વધુ વિગતે

બંને દેશો વચ્ચે 3.25 લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થશે.
 
અપડેટ@દેશ: PM મોદી મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુંબઈમાં મુલાકાત થઈ. આ દરમિયાન બંને દેશો વચ્ચે 3.25 લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થશે. કિંમતના હિસાબે આ ડીલ ભારતની સૌથી મોટી સૈન્ય ખરીદી હશે. આ અંતર્ગત ભારતને 114 રાફેલ ફાઇટર જેટ મળશે.

આજની બેઠકમાં સંરક્ષણ, દરિયાઈ સહયોગ, ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના, ઉભરતી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠક બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં યોજાશે.

બંને નેતાઓ સાંજે 5:15 વાગ્યે ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026નું ઉદ્ઘાટન કરશે. સાથે જ બંને દેશોના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સંશોધન નિષ્ણાતો અને ઇનોવેશન સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે.

રાષ્ટ્રપતિ મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટમાં પણ ભાગ લેશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં તેમની પત્ની સાથે પીએમ મોદીના આમંત્રણ પર ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે.

રાષ્ટ્રપતિ બન્યા પછી મેક્રોનનો આ ચોથો ભારત પ્રવાસ છે. તેમણે અગાઉ માર્ચ 2018 માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ સપ્ટેમ્બર 2023 માં G20 સમિટ માટે અને જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભારત આવ્યા હતા.

ભારત અને ફ્રાન્સ વચ્ચે 1998 થી વ્યૂહાત્મક ભાગીદારી છે, અને બંને દેશો ડિફેન્સ, ટેકનોલોજી, સ્પેસ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે. આ મુલાકાત, આ સહયોગને આગળ વધારવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.