અપડેટ@દેશ: પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો
રોબોટિક ગેલેરીનું કર્યું નિરીક્ષણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
P M નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. ત્યાંથી તેઓ છોટા ઉદેપુરના બોડેલીમાં 'મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ' કાર્યક્રમ હેઠળ રૂ.4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા છે.
20 વર્ષ પહેલા, તા.28મી સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળે છે.