અપડેટ@દેશ: બંગાળની જીત પર વડાપ્રધાન મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું, જાણો વધુ વિગતે

ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પર કહ્યું- બંગાળની પહેલી કેબિનેટ મીટિંગમાં જ આયુષ્માન ભારતને મંજૂરી મળશે. ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાઓને સુરક્ષાનું વાતાવરણ મળશે, યુવાનોને રોજગાર મળશે, પલાયન અટકશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં સરકાર બનવા પર તેમણે કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલ્યું છે. વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં બદલાય છે ત્યારે જે ખુશી થાય છે તે ખુશી હું કાર્યકર્તાઓના ચહેરા પર જોઈ રહ્યો છું.