અપડેટ@દેશ: વડાપ્રધાન મોદી કેરળની મુલાકાતે, રેલી, રોડ-શો અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિશનએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઉમેદવારોને લઈને બેઠક કરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન મોદી કેરળની મુલાકાતે લેશે. વડાપ્રધાન મોદી આજે કેરળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. PM બપોરે લગભગ 2.30 વાગ્યે પલક્કડના ફોર્ટ મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. સાંજે 4:45 વાગ્યે ત્રિશૂરમાં રોડ શો કરશે.

બીજી તરફ, કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિશનએ શનિવારે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઉમેદવારોને લઈને બેઠક કરી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા.

બે દિવસના પ્રવાસે શનિવારે આસામ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે આસામમાં NDA ત્રીજી વખત સરકાર બનાવશે. રાજ્યની 126 બેઠકોમાંથી 90થી વધુ બેઠકો જીતશે. શાહ આજે પણ જનસભાને સંબોધિત કરશે.